Wednesday 28 February 2018

મુખ્યમંત્રી અમૃતમ અને મા વાત્સલ્ય યોજનાનો લાભ કયાંથી મળશે તેના વિશેની સંપૂર્ણ માહિતી

મુખ્યમંત્રી અમૃતમ અને મા વાત્સલ્ય યોજનાનો લાભ કયાંથી મળશે તેના વિશેની સંપૂર્ણ માહિતી


યોજનાના લાભાર્થીની પાત્રતાનાં માપદંડ :

આ યોજના રાજયના તમામ જિલ્‍લાના ગ્રામ્‍ય તેમજ શહેરી વિસ્‍તારના (નગરપાલિકા વિસ્‍તાર, મહાનગર પાલિકા વિસ્‍તાર અને નોટીફાઇડ એરીયા) ગ્રામ્‍ય વિકાસ વિભાગ અને શહેરી વિકાસ વિભાગ હેઠળ નોંધાયેલા ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબ (મહત્તમ પ વ્‍યકિત સુધી) ને લાગુ પાડવામાં આવી છે.
તેમજ હાલ મા વાત્સલ્ય યોજના અંતર્ગત “વાર્ષિક રૂ. ૧.૨૦ લાખથી ઓછી આવક ધરાવતા નીચલા મધ્યમ વર્ગના પરિવારોની તમામ મહિલાઓ અને તેમના ૨૧ વર્ષથી ઓછી ઉંમરના બાળકો’’ ને લાભ આપવામાં આવશે.
યોજના અંતર્ગત સહાય/લાભ :
આ યોજના હેઠળ હદય મગજ અને કીડનીને લગતી ધનિષ્‍ઠ સારવાર બર્ન્‍સ કેન્‍સર ગંભીર ઇજાઓ તેમજ નવજાત શિશુઓના રોગો જેવી ગંભીર બિમારીઓ માટે કુટુંબદિઠ વાર્ષિક મહત્તમ રૂ.૨,૦૦,૦૦૦/-(અંકે રૂપિયા બે લાખ) સુધીની કેશલેશ સારવાર આપવામાં આવે છે
યોજનાનો લાભ મેળવવા માટેની પધ્ધતિ :
આ યોજના હેઠળ હદય મગજ અને કીડનીને લગતી ધનિષ્‍ઠ સારવાર બર્ન્‍સ કેન્‍સર ગંભીર ઇજાઓ તેમજ નવજાત શિશુઓના રોગો જેવી ગંભીર બિમારીઓ માટે નિયત સારવાર પેકેજીસ નકકી કરેલ છે. જે અનુસાર યોજના હેઠળ કરારબધ્‍ધ થયેલ હોસ્‍પિટલમાં લાભાર્થીને સારવારનો લાભ મળવા પાત્ર થાય છે.
યોજનાનો લાભ કયાંથી મળશે.:
આ યોજના હેઠળ નિયત ચેકલીસ્‍ટ અનુસાર સગવડતા ધરાવતી સરકારી/અનુદાન મેળવતી સંસ્‍થાઓ/ ખાનગી હોસ્‍પિટલોને કરારબધ્‍ધ કરવામાં આવેલ છે. આ કરારબધ્‍ધ થયેલ હોસ્‍પિટલમાં લાભાર્થીને સારવારનો લાભ આપવામાં આવે છે.



‘મા’ અને ‘મા વાત્સલ્ય’ યોજના અંતર્ગત કાર્ડ કઢાવવા માટે જરૂરી સૂચના

મુખ્યમંત્રીઅમૃતમ યોજના રાજ્યના તમામ જિલ્લાઓના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારના ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબો માટે ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકેલ છે. મુખ્યમંત્રી અમૃતમ “મા” યોજનાનો વ્યાપ વધારીને રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી અમૃતમ “મા વાત્સલ્ય યોજના રૂ. ૧.૨૦ લાખ કે તેથી ઓછી પારીવારીક માસીક આવક ધરાવતા મધ્યમ વર્ગના પરીવારો માટે અમલ કરવામાં આવેલ છે.
યોજના હેઠળ ગંભીર બીમારીઓ જેવીકે, હદય, કીડની, કેન્સર, નવજાત શીશુઓના ગંભીર રોગો, ગંભીર ઇજાઓ, બર્નસ અને મગજના રોગો માટે કુટુંબીક વાર્ષિક મહતમ રૂ. લાખ સુધીની કેસલેસ સારવાર ઉપલબ્ધ કરવામાં આવે છે. યોજના અંતર્ગત લાભાર્થી કુટુંબની નિયત સારવારનો ખર્ચ માન્ય હોસ્પિટલને સીધો સરકાર દ્વારા આપવામાં આવે છે. યોજના હેઠળ લાભ મેળવવા માટે બી.પી.એલ. લાભાર્થી કુટુંબે “મા” કાર્ડ અને રૂ. ૧.૨૦ લાખ કે તેથી ઓછી આવક ધરાવતા લાભાર્થી કુટુંબોએ “મા વાત્સલ્ય” કાર્ડ કઢાવવું ફરજીયાત છે. યોજના હેઠળ વધુમાં વધુ લાભાર્થીઓને કાર્ડ તેઓના રહેઠાણના સ્થળે મળી રહે તે હેતુંથી મોબાઇલ કિઓસ્કનું આયોજન કરેલ છે. જે અંતર્ગત ૨૬ જાન્યુઆરીએ બે મોબાઇલ વાન અને ૧૦ કીટથી શુભારંભ માનનીય નિતિનભાઇ પટેલના વરદ હસ્તે કરવામાં આવેલ છે. જિલ્લામાં કુલ ૧,૭૬,૦૦૦ કુટુંબોની નોંધણી કરીને ૬૭,૦૦૦ કાર્ડનું વિતરણ કરવામાં અવેલ છે. મા અને મા વાત્સલ્ય યોજનાની લોકપ્રિયતા જોતા ચાલુ અઠવાડીયા દરમ્યાન સરમત, વસઇ, સચાણા, ચેલા, નવા નાગના ગામમાં તબક્કાવાર મોબાઇલ નોંધણી વાન દ્વારા નોંધણી કરવામાં આવશે. મા કાર્ડ કઢાવવા માટે રેશન કાર્ડ, ચુંટણી કાર્ડ જેવા જરૂરી દસ્તાવેજો તેમજ મા વાત્સલ્ય કાર્ડ કઢાવવા માટે લાયક લાભાર્થીઓ લાભ લેવા અનુરોધ કરાયો છે.


EmoticonEmoticon